કેમ કે હું તમને હાસુ કવ છું કે, તમે જે જોવો છો ઈ ઘણાય આગમભાખીયાઓ અને ન્યાયીઓ જોવા માગતા હતાં, પણ ઈ જોયું નય; અને તમે જે હાંભળો છો, ઈ તેઓ હાંભળવા માંગતા હતાં, પણ હાંભળ્યું નય.
કેમ કે, હું તમને કવ છું કે, તમે જે જોવો છો ઈ ઘણાય આગમભાખીયાઓ અને રાજાઓ જોવા માગતા હતાં, પણ તેઓએ જોયું નય; અને તમે જે હાંભળો છો, ઈ તેઓ હાંભળવા માગતા હતાં, પણ હાંભળ્યું નય.”
આ બધાય લોકો જે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતાં હતા, પરમેશ્વરનાં વાયદાને મેળવા વગર મરી ગયા. પણ તેઓ એને છેટેથી જોયને રાજી થયા, અને મનમાં માની લીધું, અને આ પણ હંમજી લીધું કે આપડે આ જગતમાં પરદેશી છયી.