54 ઈસુએ જવાબ દીધો કે, “જો હું પોતે મારા વખાણ કરું, તો મારા વખાણનો કોય મતલબ નથી, પણ જે મારા વખાણ કરે છે, ઈ મારો બાપ છે, અને તમે એને કયો છો કે, ઈ આપડો પરમેશ્વર છે.”
ઈસુએ પોતાના ચેલાઓને આ બધીય વાતો કરીને પછી આભ તરફ ઉપર જોયને કીધું કે, હે બાપ, આ વખત આવી ગયો છે, તારા દીકરાની મહિમાવાન પરગટ કર, જેનાથી દીકરો પણ તને મહિમાવાન કરે.
પણ ઈસુએ તેઓને આત્મા વિષે આ કીધું કે, જેઓ એની ઉપર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો કેમ કે, એણે હજી હુધી મહિમાવાન કરવામા આવ્યો નોતો, ઈ હાટુ પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો નોતો.
પરમેશ્વરે તેઓને બતાવ્યું કે, ઈ તેઓને આ સંદેશાનો ખુલાશો એની પોતાની હાટુ નથી કરી રયો, પણ ઈ તમારી હાટુ કરી રયો છે. તેઓએ આ સંદેશાને તમારી હામે જાહેર કરયો કેમ કે, પવિત્ર આત્મા જેને પરમેશ્વરે સ્વર્ગથી મોક્લ્યો હતો એને આવી વાતુ કેવામાં મજબુત બનાવ્યો; જે વાતુ જાણવાની ધગસ સ્વર્ગદુતો હોતન રાખે છે.
મસીહે જે કાય કરયુ છે, એની લીધે તમે પરમેશ્વર ઉપર ભરોસો કરી રયા છો, જેણે મસીહને મોતમાંથી પાછો જીવતો કરી દીધો, એને બોવ જ માન દીધુ ફળ સ્વરૂપે પરમેશ્વર ઈ જ છે, જેની ઉપર તમે ભરોસો કરી રયા છો અને આશા રાખો છો કે ઈ તમારી હાટુ મહાન કામ કરશે.