જઈ આપણા દેહને દાટીદેવામાં આવે જઈ આપણે મરી જાયી છયી, તઈ તેઓ કદરૂપો અને નબળો હોય છે. પણ જઈ તે ફરીથી જીવનમાં પાછો આવે છે, તો તે માનમાં અને સામર્થમાં વધે છે.
જઈ લોકોએ ઈસુનું અપમાન કરયુ, તો એણે બદલામાં તેઓનું અપમાન નથી કરયુ. જઈ લોકોએ એને પીડા દીધી, તો એણે બદલામાં ધમકી દીધી નય. એની બદલે એણે નક્કી કરયુ કે, પરમેશ્વર જ સાબીત કરે કે, ઈ નિરદોષ હતો, જે સદાય હાસી રીતે ન્યાય કરે છે.