Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 8:48 - કોલી નવો કરાર

48 ઈ હાંભળીને યહુદી લોકોના આગેવાનોએ એને કીધું કે, “અમારું કેવું હાસુ છે કે, તુ સમરૂની પરદેશનો રેવાસી છે, અને તારામાં મેલી આત્મા વળગેલી છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 8:48
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચેલો પોતાના ગુરુ જેવો અને ચાકર પોતાના માલિક જેવો બની જાય એટલું ઘણુંય છે; જો ઘરધણીને તેઓ બાલઝબુલ શેતાન કીધો છે, તો એના ઘરનાં લોકોને એનાથી કેટલું વધારે તેઓ એમ જ કેહે!


ઈસુએ બાર ચેલાઓને આ આજ્ઞા આપીને મોકલ્યા કે, તમે બિનયહુદીઓના મારગમાં નો જાવ, સમરૂન પરદેશના નગરમાં ઘરતા નય.


કેમ કે, યોહાન જળદીક્ષા આપનાર આવ્યો તઈ ઈ ઉપવાસ કરતો હતો અને દ્રાક્ષારસ પીતો નોતો અને તમે કીધુ કે, એને મેલી આત્મા વળગી છે.


પણ ફરોશી ટોળાના લોકોએ આ હાંભળીને કીધુ કે, “ઈ તો મેલી આત્માના સરદાર શેતાનની મદદ વગર મેલી આત્માઓને કાઢતો નથી.”


ઈ હારુ હું તમને કવ છું કે, દરેક પાપ અને નિંદા માણસોને માફ કરાહે, પણ પવિત્ર આત્માની વિરુધ નિંદાને માફ નય કરાય.


ઓ ઢોંગીઓ યશાયા આગમભાખીયાએ તમારા વિષે હાસી આગમવાણી કરી છે:


યોહાનની સાક્ષી ઈ છે કે, જઈ યહુદી આગેવાનોએ યરુશાલેમથી યાજકો, અને લેવીઓને એણે પૂછવા મોકલ્યા કે, “તુ કોણ છે?”


તેઓમાંથી ઘણાય કેવા લાગ્યા કે, “એનામા મેલી આત્મા છે, અને ઈ ગાંડો છે, એની વાત હાંભળવી નય.”


તમે મને ગુરુ અને પરભુ કયો છો, અને જો તમે કયો છો ઈજ હાસુ છે, કેમ કે હું તમારો ગુરુ અને પરભુ છું


તઈ ઈ સમરૂની બાયે એને કીધું કે, “હું સમરૂની છતાં તમે યહુદી થયને મારી પાહે પાણી કેમ માગો છો?” કેમ કે, સમરૂનીઓ હારે યહુદીઓ કાય પણ વ્યવહાર રાખતા નથી.


ટોળામાંથી જવાબ દીધો કે, તને મેલી આત્મા વળગેલી છે! કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?


પણ યહુદી લોકોના આગેવાનોએ કીધું કે, “શું ઈ ક્યાક આપઘાત તો નય કરી લેય? કેમ કે, ઈ એમ કેય છે કે, જ્યાં હું જાવ છું, ન્યા તુ નય આવી હકે.”


યહુદી લોકોના આગેવાનોએ એને કીધું કે, “હવે અમને પાકો વિશ્વાસ થય ગયો છે કે, તારામાં મેલી આત્મા છે. કેમ કે, ઈબ્રાહિમ અને આગમભાખીયા પણ મરી ગયા, અને તુ કેય છે કે, જો કોય માણસ મારા વચનના પરમાણે હાલશે, તો એનુ મોત ક્યારેય નય થાય.


કેમ કે, મસીહ પોતે હોતન માણસની રીતે વરતન કરતાં હતા, પણ જેમ લખ્યું છે કે, તારી નિંદા કરનારાઓની નિંદા મારી ઉપર પડી.


ઈ હાટુ આપડે પણ એને ભેટ કરવા માંડવાની બારે જયને એવી જ નિંદા સહન કરી, જેમ એણે સહન કરયુ.


તને વિશ્વાસ છે કે, એક જ પરમેશ્વર છે, તો તમે હારું કરો છો, અને મેલી આત્માઓ પણ આ વિશ્વાસ કરે છે, અને બીકથી ધ્રૂજવા મંડે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ