યોહાનની જળદીક્ષા ક્યાંથી હતી? પરમેશ્વર તરફથી હતી કે, લોકો તરફથી? તઈ તેઓએ મૂંગા મોઢે વિસાર કરીને કીધુ કે, જો આપડે એમ કેહુ કે, પરમેશ્વર તરફથી, તઈ ઈ એમ કેહે કે, તો તમે એની ઉપર વિશ્વાસ કેમ કરયો નય?
તઈ તેઓએ અંદરો અંદર વિસાર કરીને કેવા લાગ્યા કે, “જો આપડે જવાબ આપીએ કે, સ્વર્ગથી પરમેશ્વર તરફથી, તો ઈ અમને પૂછશે કે, તઈ તમે એની ઉપર વિશ્વાસ કેમ કરયો નય?”
આની ઉપરથી પિલાતે એને કીધું કે, તો તુ રાજા છો? ઈસુએ જવાબ દીધો કે, “તમે જ કયો છો કે, હું રાજા છું હું ઈ હાટુ જનમો અને ઈ હાટુ જગતમાં આવ્યો છું કે, હાસની વિષે સાક્ષી દવ. જે બધુય હાસનું છે, ઈ મારી વાણી હાંભળે છે.”