કેમ કે, ઈ લોકોના મન જડ થય ગયા છે, અને તેઓના કાન બેરા થય ગયા છે, અને તેઓએ પોતાની આંખુ મિશી લીધી છે, ક્યાક એવુ ના થાય કે, તેઓ આંખુથી જોવે, અને કાનોથી હાંભળે અને મનથી હમજે, અને પસ્તાવો કરે તો હું તેઓને હાજા કરૂ.
હું તમને હાસે હાસુ કવ છું કે, ઈ વખત આવી ગયો છે, અને અત્યારે જ આવી ગયો છે, જઈ મરેલા લોકો પરમેશ્વરનાં દીકરાનો અવાજ હાંભળશે, અને જે કોય હાંભળે છે ઈ સદાય જીવતો રેહે.