પણ હવે તમને ઈ લોકો દ્વારા સતાવવામાં આવી રયા છે જે ઈચ્છે છે કે, તમે શાસ્ત્રનું પાલન કરો, એમ જ જેમ ઈસ્માએલે એટલે કે, માણસના પ્રયાસથી પેદા થયેલ બાળકે ઈસહાકને એટલે કે, આત્માના સામર્થ્યથી પેદા થયેલા બાળકને સતાવ્યો.
આ કારણે અજગર ઈ બાય ઉપર બોવ ગુસ્સે થયો, એટલે એણે બાયના વંશજોની વિરુધ યુદ્ધની જાહેરાત કરી, એટલે ઈ લોકોની વિરુધ જે પરમેશ્વરની આજ્ઞાઓને માંને છે, અને ઈસુ દ્વારા શીખવાડેલ હાસા શિક્ષણો પરમાણે મજબુત બનેલા રેય છે.