આ હાંભળીને જે લોકો ઈ બાયને ન્યા લયને આવ્યા હતાં એમાંથી નાના મોટા એક એક કરીને બધાય વયા ગયા, ઈ જાણીને કેય ઈ બધાય પાપી છે. ન્યા ઈસુ એકલો રય ગયો, અને ઈ બાય હજી લગી ન્યા જ ઉભી રયતી.
પણ એનો ઘરવાળો જીવતો હોય, તઈ જો ઈ બીજા માણસની હારે રેય, તો એણે છીનાળવુ કરયુ ગણાય, પણ જો એનો ઘરવાળો મરી જાય, તો ઈ નિયમથી છુટ્ટી થય છે અને જો ઈ બીજા માણસની હારે પવણે, તો ઈ છીનાળ ગણાય નય.