Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 8:28 - કોલી નવો કરાર

28 તઈ ઈસુએ તેઓને કીધું કે, “જઈ તમે મને માણસના દીકરાને વધસ્થંભ ઉપર જડાવશો, તઈ તમે મને જાણશો કે, હું ઈજ છું, અને હું પોતે કાય નથી કરતો, પણ હું ઈજ કરું છું જે મારા બાપે મને શિખવાડયું છે, અને હું ઈ વાતો બોલું છું

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 8:28
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, ઘણાય બધાય લોકો મારા નામનો ઉપયોગ કરીને આયશે. તેઓ કેહે કે, “હું મસીહ છું,” અને તેઓ ઘણાયને દગો આપશે.


ઘણાય બધાય લોકો મારા નામનો ઉપયોગ કરીને આયશે. તેઓ કેહે કે, “હું મસીહ છું” અને તેઓ ઘણાય બધાય લોકો તેઓને માનવા હાટુ દગો આપશે.


ઈસુ તેઓને કેવા લાગ્યો કે, સાવધાન રયો કે કોય તમને દગો નો આપે. કેમ કે, ઘણાય લોકો મારા નામનો ઉપયોગ કરીને આયશે. તેઓ કેહે કે, “હું મસીહ છું” અને હાસો વખત આવ્યો છે, “પણ તમે તેઓની વાહે જાતા નય.


હું જાણું છું કે, તુ સદાય મારું હાંભળે છે, પણ આયા આજુ બાજુમાં ઉભા રયેલા લોકોના લધે મે જોરથી આ કીધું છે, જેનાથી ઈ મારી ઉપર વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે.”


હવે હું એના હોવાની પેલા તમને બતાવી દવ છું કે, જઈ ઈ થય જાય તો તમે વિશ્વાસ કરો કે હું ઈજ છું


અને ન્યાયીપણાની વિષે ઈ હાટુ સાબિત કરશે કેમ કે, હું બાપની પાહે જાવ છું, અને હવેથી તમે મને પાછો જોહો નય.


આ ઈ હાટુ થયુ કે, ઈસુનું ઈ વચન પુરું થય જાય જેના દ્વારા એણે સંકેત કરયો હતો કે, ઈ કેવા પરકારના મોતે મરશે.


તેઓએ ઈસુને વધસ્થંભે જડયો અને એની હારે બીજા બે માણસોને પણ વધસ્થંભે જડયા, એકને ઈસુની જમણી બાજુ અને બીજાને ઈસુની ડાબી બાજુએ.


હું તમને હાસે હાસુ કવ છું કે, અમે જે જાણી છયી, ઈ કેયી છયી, અને જેને અમે જોયી છયી એની સાક્ષી આપીએ છયી, અને તુ અમારી સાક્ષીને માનતો નથી.


અને જે રીતે મુસાએ વગડામાં પિતળનાં એરુને ઉસો લટકાવો, એમ જ જરૂરી છે કે, મને માણસના દીકરાને ઉસો કરવામા આયશે.


ઈસુએ એને કીધું કે, “જે તારી હારે વાત કરે છે, ઈ હુજ છું”


ઈ વાત ઉપર ઈસુએ તેઓને જવાબ આપતા કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું, દીકરો પોતે કાય કરી હકતો નથી, ખાલી ઈ જે બાપને કરતો જોય છે, કેટલા જે જે કામોને ઈ કરે છે, એને દીકરો પણ ઈ જ રીતે કરે છે.


હું મારી રીતે કાય પણ નથી કરી હક્તો, હું જે હાંભળુ છું, એની પરમાણે ન્યાય કરું છું અને મારો ન્યાય પક્ષપાત વગર થાય છે કેમ કે, હું પોતાની ઈચ્છાથી નય, પણ જેણે મને મોકલ્યો, એની ઈચ્છા પુરી કરવા માગું છું


કેમ કે હું મારી પોતાની ઈચ્છા નય, પણ જેણે મને મોકલ્યો છે એની ઈચ્છા પુરી કરવા સ્વર્ગમાંથી ઉતરયો છું


ઈ હાટુ હું તમને કવ છું કે, તમારા પાપ માફ થયા વગર તમે મરી જાહો જો તમે મારી ઉપર વિશ્વાસ નથી કરતાં કે, હું ઈજ છું, તો તમારા પાપ માફ થયા વગર તમે મરી જાહો.”


તેઓ હમજા નય કે, ઈ તેઓને, બાપના વિષે કેતો હતો.


ઈસુએ તેઓને કીધું કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, ઈબ્રાહિમના જનમ પેલાનો હું છું”


જે કાય પિતરે કીધું, એના ઉપર જેણે વિશ્વાસ કરયો તેઓએ જળદીક્ષા લીધી, ઈ જ દિવસે વિશ્વાસી ટોળામાં લગભગ ત્રણ હજાર માણસો જોડાય ગયા.


પણ બોધ હાંભળનારા માંથી ઘણાયે ઈસુ ઉપર વિશ્વાસ કરયો અને વિશ્વાસ કરનારાની સખ્યામાં લગભગ પાચ હજાર પુરુષો હતા.


પણ પવિત્ર આત્માની સામર્થ દ્વારા મરેલામાંથી જીવતા ઉઠવાના પરાક્રમ હારે પરમેશ્વરનો દીકરો મસીહ ઠરાવામા આવ્યો,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ