27 તેઓ હમજા નય કે, ઈ તેઓને, બાપના વિષે કેતો હતો.
તમારો ફેસલો કરવા હાટુ, મારે તમારા વિષે ધણું બધુય કેવું છે, પણ મને મોકલનારો હાસો છે, અને જે કાય મે એનાથી હાંભળ્યું છે, ઈજ જગતના લોકોને કવ છું
તઈ ઈસુએ તેઓને કીધું કે, “જઈ તમે મને માણસના દીકરાને વધસ્થંભ ઉપર જડાવશો, તઈ તમે મને જાણશો કે, હું ઈજ છું, અને હું પોતે કાય નથી કરતો, પણ હું ઈજ કરું છું જે મારા બાપે મને શિખવાડયું છે, અને હું ઈ વાતો બોલું છું
તમે મારી વાતો જે હું કવ છું, ઈ હાટુ નથી હંમજતા, કેમ કે, તમે મારા શિક્ષણને સ્વીકારતા નથી.
જે પરમેશ્વરનાં છે, ઈ પરમેશ્વરની વાતો હાંભળે છે, પણ તમે નથી હાંભળતા કેમ કે, તમે પરમેશ્વરનાં નથી.”