હવેથી હું તમને ચાકર નય કવ, કેમ કે ચાકર નથી જાણતા કે, એનો માલીક શું કરે છે, પણ મે તમને મિત્ર કીધા, કેમ કે મે જે સંદેશો મારા બાપ પાહેથી હાંભળો, ઈ બધુય તમને જણાવ્યું છે.
કેમ કે જે સંદેશો તે મને દીધો, ઈ મે એને દય દીધો, અને તેઓએ આ સંદેશાનો સ્વીકાર કરી લીધો, અને હાસે હાસુ જાણી લીધું છે કે, હું તારા તરફથી આવ્યો છું, અને આ વિશ્વાસ કરી લીધો છે કે, ઈ જ મને મોકલ્યો છે.
ઈસુએ એને જવાબ દીધો કે, “મે બધાયની હામે જાહેરમાં સવાલ કરયો, મે મંદિરમાં અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જ્યાં બધાય યહુદી લોકો ભેગા થયા કરતાં હતાં, સદાય શિક્ષણ આપ્યુ અને ખાનગીમાં કાય નથી કીધું.
તઈ ઈસુએ રોયને મંદિરમાં શિક્ષણ દેતા કીધું કે, હું કોણ છું, અને ક્યાંથી આવ્યો છું, ઈ પણ તમે હારી રીતે જાણો છો. હું મારી ઈચ્છા પરમાણે નથી આવ્યો, પણ મને મોકલનારો હાસો છે, એને તમે નથી જાણતા.