22 પણ યહુદી લોકોના આગેવાનોએ કીધું કે, “શું ઈ ક્યાક આપઘાત તો નય કરી લેય? કેમ કે, ઈ એમ કેય છે કે, જ્યાં હું જાવ છું, ન્યા તુ નય આવી હકે.”
યોહાનની સાક્ષી ઈ છે કે, જઈ યહુદી આગેવાનોએ યરુશાલેમથી યાજકો, અને લેવીઓને એણે પૂછવા મોકલ્યા કે, “તુ કોણ છે?”
તેઓમાંથી ઘણાય કેવા લાગ્યા કે, “એનામા મેલી આત્મા છે, અને ઈ ગાંડો છે, એની વાત હાંભળવી નય.”
ટોળામાંથી જવાબ દીધો કે, તને મેલી આત્મા વળગેલી છે! કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?
તઈ યહુદી લોકોના આગેવાનો જેઓ એના વેરીઓ હતાં તેઓ અંદરો અંદર કેવા લાગ્યા કે, આ માણસ ક્યા જાહે ઈ આપણને જડશે જ નય? શું ઈ જ્યાં બિનયહુદી લોકો આખા જગતમાં ફેલાય ગયેલા છે તેઓની પાહે જયને ઈ લોકોને આ નવું શિક્ષણ આપશે?
ઈ હાંભળીને યહુદી લોકોના આગેવાનોએ એને કીધું કે, “અમારું કેવું હાસુ છે કે, તુ સમરૂની પરદેશનો રેવાસી છે, અને તારામાં મેલી આત્મા વળગેલી છે.”
યહુદી લોકોના આગેવાનોએ એને કીધું કે, “હવે અમને પાકો વિશ્વાસ થય ગયો છે કે, તારામાં મેલી આત્મા છે. કેમ કે, ઈબ્રાહિમ અને આગમભાખીયા પણ મરી ગયા, અને તુ કેય છે કે, જો કોય માણસ મારા વચનના પરમાણે હાલશે, તો એનુ મોત ક્યારેય નય થાય.
ઈ હાટુ ઈસુ ઉપર વિસાર કરો; જેણે પાપીઓ દ્વારા બોવ જ દુખ સહન કરયું, જેથી તમે નિરાશ થયને હિંમત નો છોડો.
ઈ હાટુ આપડે પણ એને ભેટ કરવા માંડવાની બારે જયને એવી જ નિંદા સહન કરી, જેમ એણે સહન કરયુ.