Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 8:21 - કોલી નવો કરાર

21 ઈસુએ પાછુ લોકોને કીધું કે, “હું જાવાનો છું અને તમે મને ગોતશો, પણ તમે પોતાના પાપો માફ થયા વગર મરી જાહો. કેમ કે, જ્યાં હું જાવ છું, ન્યા તમે નય આવી હકો.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 8:21
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે હું તમને કવ છું કે, જ્યાં હુધી તમે એમ નય કયો કે, પરમેશ્વરનાં અધિકારની હારે જે આવે છે, ઈ આશીર્વાદિત છે, ન્યા હુધી હવેથી તમે મને નય જોહો.


પછી હું ડાબી બાજુના લોકોને પણ કેય કે, ઓ હરાપિત, લોકો જે અનંતકાળની આગ, શેતાન અને એના દુતોની હાટુ જે પરમેશ્વરે તૈયાર કરેલી છે, એમા તમે મારી આગળથી જાઓ.


અને તેઓ અનંતકાળની સજા ભોગયશે પણ ન્યાયી લોકો જે જમણી બાજુ છે તેઓ અનંતકાળના જીવનમાં પ્રવેશ કરશે.


પણ ઈ કયને એને ઈ એધાણ કરી દીધુ કે, એનુ મોત કેવી રીતે થાહે.


ઈસુએ એને કીધું કે, “અજવાળું હવે થોડીકવાર લગી તમારી વસ્સે છે. જ્યાં લગી અજવાળું તમારી હારે છે, ન્યા લગી હાલતા રયો, એવુ નો થાય કે અંધારું તમને ઘેરી લેય કે, જે અંધારામાં હાલે છે, ઈ નથી જાણતા કે ક્યા જાય છે.


હે બાળકો, હું હજી થોડીકવાર તમારી પાહે છું, પછી તમે મને ગોતશો, અને જેવું મે યહુદી લોકોના આગેવાનોને કીધું છે, જ્યાં હું જાવ છું ન્યા તમે નય આવી હકો, એમ જ હું આઘડી તમને પણ કવ છું


તમે મને ગોતશો, પણ હું તમને નય જડુ, અને જ્યાં હું છું, ન્યા તમે નથી આવી હકતા.”


ઈ વાતનો શું મતલબ છે કે, તમે મને ગોતશો, પણ હું તમને નય મળું, અને જ્યાં હું છું, ન્યા તમે નય આવી હકો.


ઈ હાટુ હું તમને કવ છું કે, તમારા પાપ માફ થયા વગર તમે મરી જાહો જો તમે મારી ઉપર વિશ્વાસ નથી કરતાં કે, હું ઈજ છું, તો તમારા પાપ માફ થયા વગર તમે મરી જાહો.”


વળી તમે અપરાધોમાં અને પાપોમાં મરણ પામેલા હતા, તઈ એણે તમને પાછા જીવતા કરયા;


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ