20 આ બધીય વાતો એને મંદિરમાં દાન પેટીઓની હામે શિક્ષણ દેતા કીધું, પણ કોયે એને પકડયો નય; કેમ કે, એનો વખત હજી હુંધી આવ્યો નોતો. હું જાવ છું ન્યા તુ આવી હકતો નથી.
ઈ જ વખતે ઈસુએ લોકોના ટોળાને કીધુ કે, “શું તમે તલવારો અને લાકડીઓ લયને સોરની જેમ મને પકડવા નીકળી આવ્યા છો? હું દરોજ મંદિરમાં બેહીને શિક્ષણ આપતો હતો, તઈ તમે મને પકડયો નય.”
અને ઈસુ મંદિરની દાનપેટીની હામે બેહીને જોય રયા હતાં કે, લોકો મંદિરની દાનપેટીમાં ક્યા પરકારે રૂપીયા નાખે છે, અને કેટલાક રૂપીયાવાળા લોકોએ વધારે રૂપીયા નાખ્યા.
તઈ એણે પોતાના ચેલાઓને પાહે બોલાવીને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે મંદિરની દાનપેટીમાં આ ગરીબડી રંડાયેલીએ બધાય રૂપીયા નાખનારા કરતાં પણ વધારે નાખ્યુ છે;