Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 8:14 - કોલી નવો કરાર

14 ઈસુએ તેઓને કીધું કે, “જો હું પોતે જ મારી સાક્ષી આપું છું, તો પણ મારી વાતો હાસી છે, કેમ કે હું જાણું છું કે, હું ક્યાંથી આવ્યો છું, ક્યા જાવ છું? પણ તમે નથી જાણતા કે, હું ક્યાંથી આવું છું, અને ક્યા જાવ છું

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 8:14
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

તો શું તમે એને આમ કયો છો જેને બાપે પવિત્ર ઠેરાવીને જગતમાં મોકલ્યો છે, તમે નિંદા કરો છો; કેમ કે, મે કીધું કે, હું પરમેશ્વરનો દીકરો છું;


ઈસુ ઈ જાણતો હતો કે, બાપે એને દરેક વસ્તુ ઉપર અધિકાર દીધો છે, અને ઈ પરમેશ્વરની પાહેથી આવ્યો છે, અને પાછો પરમેશ્વરની પાહે જાય છે.


શું તુ ઈ વિશ્વાસ નથી કરતો કે, હું બાપમાં છું અને બાપ મારામાં છે?” ઈસુએ ચેલાઓને કીધું કે, મે જે સંદેશો તમને આપ્યો છે ઈ મારી પોતાના તરફથી નથી કેતો; પણ બાપ મારામાં રયને પોતાના કામો કરે છે.


હું બાપ પાહેથી જગતમાં આવ્યો છું, અને હું પાછો જગત મુકીને બાપની પાહે જાવ છું


કેમ કે જે સંદેશો તે મને દીધો, ઈ મે એને દય દીધો, અને તેઓએ આ સંદેશાનો સ્વીકાર કરી લીધો, અને હાસે હાસુ જાણી લીધું છે કે, હું તારા તરફથી આવ્યો છું, અને આ વિશ્વાસ કરી લીધો છે કે, ઈ જ મને મોકલ્યો છે.


આની ઉપરથી પિલાતે એને કીધું કે, તો તુ રાજા છો? ઈસુએ જવાબ દીધો કે, “તમે જ કયો છો કે, હું રાજા છું હું ઈ હાટુ જનમો અને ઈ હાટુ જગતમાં આવ્યો છું કે, હાસની વિષે સાક્ષી દવ. જે બધુય હાસનું છે, ઈ મારી વાણી હાંભળે છે.”


જો હું પોતે મારી વિષયમાં સાક્ષી દવ છું, તો મારી સાક્ષીને હાસી નય માનવામાં આવે.


ઈસુએ તેઓને કીધું કે, “જો પરમેશ્વર તમારો બાપ હોત, તો તમે મને પ્રેમ કરત, કેમ કે હું પરમેશ્વરની તરફથી આવ્યો છું, હું પોતે નથી આવ્યો, પણ એણે મને મોકલ્યો છે.


પરમેશ્વર, આપડા પરભુ ઈસુનો બાપ જેનું નામ સદાય હાટુ આશીર્વાદિત છે, ઈ જાણે છે કે, હું ખોટુ કેતો નથી.


હું અભિમાન કરીને મુરખ થયો છું, કેમ કે તમે મને એવું કરવા ફરજ પાડી; પણ તમારે મારા વખાણ કરવા જોયી કેમ કે, જો હું કાય નો હોવ તો પણ હું મુખ્ય ગમાડેલા ચેલાઓથી કોય પણ વાતમાં ઉતરતો નથી.


કદાસ તમને એમ લાગશે કે, અમે અમારો બસાવ કરવાનો પ્રયત્ન કરી છયી. પણ નય; અમે તો પરમેશ્વરની હામે મસીહને અનુરૂપ વાત કરી છયી. પણ ઈ બધુય તમારા ઘડતર હાટુ જ છે.


ઈસુ મસીહ જેણે આપણને વિશ્વાસથી પરમેશ્વરની વિષે હાસાય બતાવી છે ઈ આપણને દયા દેખાડે અને શાંતિ દેય કેમ કે, આ પેલો છે; જેને પરમેશ્વરે મોત પછી ફરીથી જીવતો ઉઠાડયો હતો અને આ ઈ જ છે જે જગતના રાજાઓ ઉપર રાજ્ય કરે છે, ઈ ઈ જ છે જે આપણને પ્રેમ કરે છે અને જેણે આપડા પાપોના લેખને મટાડી દીધા છે, એણે એવુ કરયુ જઈ ઈ વધસ્થંભ ઉપર પોતાનુ લોહી વહેવડાવીને મરયો.


લાઓદિકિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, હું જે આમીન કેવાવ છું, કેમ કે, હું વિશ્વાસુ છું, અને હું પરમેશ્વરનાં વિષે જે પણ ખરાય કરું છું, ઈ હાસુ છે, જે કાય પણ એણે બનાવું છે હું ઈ બધાયનો મૂળરૂપ પણ છું હું જે કવ છું ઈ હાંભળો


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ