ઈસુએ એને કીધું કે, “અજવાળું હવે થોડીકવાર લગી તમારી વસ્સે છે. જ્યાં લગી અજવાળું તમારી હારે છે, ન્યા લગી હાલતા રયો, એવુ નો થાય કે અંધારું તમને ઘેરી લેય કે, જે અંધારામાં હાલે છે, ઈ નથી જાણતા કે ક્યા જાય છે.
ઈ ખોટા શિક્ષક ઈ પાણીના ઝરણાની જેમ ખોટા છે. જે હુકાય ગયા છે, ઈ વાદળાની જેવા નીરાશાજનક છે, જેને તેજ હવા ઉડાડીને લય જાય છે, એની પેલા કે વરસાદ થય જાય. પરમેશ્વરે તેઓની હાટુ એક એવી જગ્યા તૈયાર કરી છે, જે પુરી રીતે અંધારું છે.
જે પોતાની ઉપર નિયંત્રણ નથી રાખતા ઈ દરિયાની મજબુત વિળોની જેમ છે જઈ તોફાન હોય છે અને જે બીજાઓને ખરાબ કરે છે, એના શરમજનક કામોથી, જેમ વિળો, ફીણ અને ગંદગી દરિયા કાઠે લીયાવે છે. ઈ એવા તારાઓ જેવા છે, જે નિયમિત સીધા મારગ ઉપર હાલતા નથી. પરમેશ્વર એને બોવ જ મોટા અંધારામાં સદાય હાટુ નાખી દેહે.
યાદ કરો કે, પરભુએ ઈ દુતોને કેવી રીતે સજા આપી, જેઓએ પોતાની જવાબદારીઓને નિભાવી નય અને પોતાના મળેલા સ્થાનોને છોડી દીધા. પરભુએ ઈ દુતોને અનંતકાળની અંધારી જગ્યામાં રાખ્યા છે અને એવી બેડીયુથી બાંધ્યા છે, જેને કોય તોડી હકતા નથી, જેથી મહાન દિવસે એનો ન્યાય થય હકે.