10 ઈસુ ઉભો થયને એને પુછયું કે, “બાય, ઈ બધાય લોકો ક્યા વયા ગયા? શું કોયે તને ગુનેગાર ઠરાવી નથી?”
જઈ તેઓ એને પૂછતા રયા, તો એને ઉભા થયને તેઓને કીધું કે, “તમારામાથી કોય પણ ક્યારેય પાપનો કરયો હોય, એવા એને બધાયથી પેલા પાણા મારે.”
આ હાંભળીને જે લોકો ઈ બાયને ન્યા લયને આવ્યા હતાં એમાંથી નાના મોટા એક એક કરીને બધાય વયા ગયા, ઈ જાણીને કેય ઈ બધાય પાપી છે. ન્યા ઈસુ એકલો રય ગયો, અને ઈ બાય હજી લગી ન્યા જ ઉભી રયતી.