તઈ એણે કીધુ કે, “નગરમાં એક માણસની પાહે જાવ જેની હારે મેં પેલાથી જ વાત કરી છે એને કયો કે, ગુરુ કેય છે કે, મારો વખત પાહે આવ્યો છે, હું મારા ચેલાઓ હારે તારી ઘરે પાસ્ખાનો તેવાર મનાવવાનો છું”
આ બધીય વાતો એને મંદિરમાં દાન પેટીઓની હામે શિક્ષણ દેતા કીધું, પણ કોયે એને પકડયો નય; કેમ કે, એનો વખત હજી હુંધી આવ્યો નોતો. હું જાવ છું ન્યા તુ આવી હકતો નથી.