કેમ કે, પાપીલા સ્વભાવ દ્વારા કાબુમાં રેવું પરમેશ્વરથી વેર રાખવું છે કેમ કે, નો ઈ પરમેશ્વરનાં નિયમશાસ્ત્રને આધીન છે, અને એના નિયમોનું પાલન નથી કરી હક્તા.
હે વિશ્વાસઘાતી લોકો, તમારે આ જાણવું જોયી કે, જો તમે જગતની ભુંડી ઈચ્છાઓ હારે પ્રેમ રાખો છો તો તમે પરમેશ્વરની વિરુધમાં છો. ઈ હાટુ જો તમે જગતની ભુંડી ઈચ્છાઓથી પ્રેમ કરવા ઈચ્છો છો, ઈ પોતાની જાતને પરમેશ્વરનો દુશ્મન બનાવે છે.