52 તેઓએ નિકોદેમસને જવાબ દીધો કે, “શું તુ પણ ગાલીલ જિલ્લાનો છે? શાસ્ત્રમા ગોતી લે અને જાણી લે કે, ગાલીલ જિલ્લામાં કોય પણ આગમભાખીયો નથી થાતો.”
નથાનિએલે એને કીધું કે, “શું કાય હારી વસ્તુ નાઝરેથમાંથી નીકળી હકે છે?” ફિલિપે એને કીધું કે, “આવીને જોયલે.”
તમે શાસ્ત્ર ઈ હાટુ વાસી લયો, કેમ કે તમે માનો છો કે, એમા જ અનંતકાળનું જીવન મળે છે, પણ આજ શાસ્ત્ર મારી વિષે સાક્ષી પુરે છે.
કોય બીજાએ કીધું, “આ મસીહ છે.” પણ કેટલાક બીજાએ કીધું કે, “કેમ? શું મસીહ ગાલીલ જિલ્લામાં આયશે?
પછી તેઓ પોતપોતાના ઘરે વયા ગયા.
તેઓએ ઈ માણસને કીધું કે, “તુ તો પુરી રીતે પાપમાં જનમો છે, અને તુ અમને શીખવાડે છે?” અને તેઓએ ઈ માણસને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકયો.