49 પણ આ ટોળાના લોકો જેઓ એની ઉપર વિશ્વાસ કરે છે, કેમ કે તેઓ આપડા નિયમના શિક્ષણને નથી હંમજતા, ઈ હાટુ તેઓને હરાપિત થાવા દયો.
આપડા યહુદી લોકોના આગેવાનો કા હામે ફરોશી ટોળાના લોકો જેવા કોય પણ મુખ્ય લોકોએ ઈસુ ઉપર વિશ્વાસ કરયો નથી.
તઈ નિકોદેમસને, જે રાતે ઈસુની પાહે પેલા આવ્યો હતો, ઈ ફરોશી ટોળાના લોકોના ટોળાનો એક હતો, એણે એને કીધું કે,
તેઓએ ઈ માણસને કીધું કે, “તુ તો પુરી રીતે પાપમાં જનમો છે, અને તુ અમને શીખવાડે છે?” અને તેઓએ ઈ માણસને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકયો.
કેટલાક ફરોશી ટોળાના લોકોના ટોળાએ જે ઈસુની હારે હતાં, તેઓએ ઈ વાત હાંભળીને એને પુછયું કે, “તારો કેવાનો મતલબ શું છે, અમે પણ આંધળા છયી?”