આ બધીય વાતો એને મંદિરમાં દાન પેટીઓની હામે શિક્ષણ દેતા કીધું, પણ કોયે એને પકડયો નય; કેમ કે, એનો વખત હજી હુંધી આવ્યો નોતો. હું જાવ છું ન્યા તુ આવી હકતો નથી.
ઈ જ રાતે પરભુ ઈસુએ પાઉલની પાહે આવીને કીધું કે, “હે પાઉલ હિમંત રાખ; કેમ કે જેવી તે યરુશાલેમ શહેરમાં સાક્ષી દીધી છે, એવી જ રોમ શહેરમાં પણ સાક્ષી આપવી જોહે.”