અને શેતાને ઈસુને કીધુ કે, “જો તું પરમેશ્વરનો દીકરો હોય, તો પોતાની જાતને નીસે પછાડી દે; કેમ કે એમ શાસ્ત્રમાં લખેલુ છે કે, તારા વિષે પોતાના સ્વર્ગદુતને આજ્ઞા આપશે, અને તેઓ એને હાથો હાથ પકડી લેહે; કાક એવું થાય કે, તારા પગને પાણા હારે ઠેહ નો લાગે.”
જઈ તમે ઉપવાસ કરો, તઈ ઢોંગી લોકોની જેમ તમારા મોઢા ઉપર ઉદાસી દેખાવા દેતા નય, કેમ કે, તેઓ પોતાનું મોઢુ એવું રાખે છે કે, જેથી લોકો એને ઉપવાસ કરવાવાળા માને, પણ હું તમને હાસુ કવ છું કે, તેઓ પોતાનું વળતર મેળવી સુક્યા છે.
જઈ તમે પ્રાર્થના કરતાં હોવ તઈ ઢોંગીઓ જેવા થાતા નય કેમ કે, તેઓ યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં અને સોરામાં ઉભા રયને, ઈ હાટુ પ્રાર્થના કરવાનું તેઓને હારૂ લાગે છે, જેથી લોકો જોયને તેઓના વખાણ કરે. પણ હું તમને હાસુ કવ છું કે, તેઓ પોતાનું વળતર લોકોના વખાણ દ્વારા મેળવી સુક્યા છે.
ઈસુએ એને જવાબ દીધો કે, “મે બધાયની હામે જાહેરમાં સવાલ કરયો, મે મંદિરમાં અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જ્યાં બધાય યહુદી લોકો ભેગા થયા કરતાં હતાં, સદાય શિક્ષણ આપ્યુ અને ખાનગીમાં કાય નથી કીધું.