34 તમે મને ગોતશો, પણ હું તમને નય જડુ, અને જ્યાં હું છું, ન્યા તમે નથી આવી હકતા.”
કેમ કે હું તમને કવ છું કે, જ્યાં હુધી તમે એમ નય કયો કે, પરમેશ્વરનાં અધિકારની હારે જે આવે છે, ઈ આશીર્વાદિત છે, ન્યા હુધી હવેથી તમે મને નય જોહો.
ન્યા જયને જગ્યા તૈયાર કરીને કેય પછી હું પાછો આવય, તમને મારી ન્યા લય જાય, ઈ હાટુ તમે પણ મારી હારે રય હકો જ્યાં હું રવ છું.
ઈસુએ એને કીધું કે, “રસ્તો અને હાસ અને જીવન હું જ છું, મારી વગર કોય પણ બાપની પાહે નય જાય હકે.
હે બાપ, હું ઈચ્છું કે, જેઓને તે મને આપ્યુ છે, જ્યાં હું છું, ન્યા તેઓ પણ મારી હારે રય કે, તે મારી ઈ મહિમાને જોય, જે તે મને આપી છે, કેમ કે તે જગતની ઉત્પન થયા પેલા મને પ્રેમ કરયો છે.
ઈ વાતનો શું મતલબ છે કે, તમે મને ગોતશો, પણ હું તમને નય મળું, અને જ્યાં હું છું, ન્યા તમે નય આવી હકો.