32 જઈ ફરોશી ટોળાના લોકોએ હાંભળ્યું કે, લોકોમા ઈસુના વિષે આવી રીતે ઘુસપુસ વાતુ થય રય છે, ઈ હાટુ મુખ્ય યાજકને અને ફરોશી ટોળાના લોકોના ટોળાએ એને પકડવા હાટુ મંદિરના સિપાયોને મોકલ્યા.
તઈ ફરોશી ટોળાના લોકો બાર જયને કેવી રીતે ઈસુને મારી નાખવો ઈ હાટુ એની વિરૂધ કાવતરૂ કરયુ.
ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમને અફસોસ છે! કેમ કે, લોકોની હામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે એમા તમે પોતે બેહતા નથી, અને જેઓ અંદર ઘરવા ઈચ્છે છે તેઓને તમે અંદર ઘરવા દેતા નથી.
પિતર છેટો રયને ઈસુની વાહે વાહે પ્રમુખ યાજકના ઘરના આંગણામાં આવ્યો, અને અંદર જયને શું થાહે? ઈ જોવા હાટુ સોકીદારોની પાહે બેહી ગયો.
પણ એનામાંથી કેટલાક લોકોએ ફરોશી ટોળાના લોકોની પાહે જયને બતાવ્યું કે ઈસુએ ન્યા શું કરયુ છે?
તઈ ફરોશી ટોળાના લોકો એકબીજાને કેવા લાગ્યા કે, “જોવ તમારાથી કાય નય થાય, આખુ જગત એની વાહે થય પડયું છે.”
તઈ યહુદા પોતાની હારે સિપાયના ટોળાને લયને અને મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકો પાહેથી સિપાયને લયને ફાનસો, મશાલો અને હથીયારો હારે લયને ન્યા ગયો.
તઈ યહુદી લોકોના આગેવાનોએ ઈસુને પકડવાની કોશિશ કરી પણ કોયે એને પકડયો નય, કેમ કે એનો વખત હજી લગી આવ્યો નોતો.
તઈ સોકીદારોના અધિકારી સોકીદારની હારે મંદિરમાં ગયા, અને એને પાસા સભાની અંદર લીયાવ્યા, પણ બળજબરીનો કરી, કેમ કે ઈ બીતા હતાં કે, ક્યાક લોકો એને પાણા મારીને મારી નો નાખે.