3 ઈ હાટુ ઈસુના ભાઈઓએ એને કીધું કે, “તુ આયથી યહુદીયા પરદેશમા વયો જા, જેથી જે મહાન કામો તુ કરી હકે છે, ઈ તારા બીજા ચેલાઓ પણ જોય હકે.
લોકોને ઈ હજી વાત કરતો હતો એટલામાં જોવ, એની માં અને એના ભાઈઓ આવીને બાર ઉભા રયા, અને એની હારે વાત કરવા માંગતા હતા.
જઈ ઈસુના પરિવારે આ ખબર હાંભળી, તો તેઓએ કીધુ કે, “એનુ મગજ ઠેકાણે નથી.” ઈ હાટુ તેઓ એને ઘેરે લીયાવવા હાટુ ગયા.
ઈ પછી ઈસુની માં અને એના ભાઈઓ આવ્યા. તેઓએ બારે ઉભા રયને ઈસુને બોલાવવા હાટુ કોકને અંદર મોકલ્યો.
એની માં અને એના ભાઈઓ એને મળવા આવ્યા, પણ લોકોની ગડદીને લીધે તેઓ ઈસુની પાહે જય હક્યાં નય,
એણે કોયે ખબર આપી કે, “તારી માં અને તારા ભાઈઓ બારે ઉભા છે, તેઓ તને મળવા માગે છે,”
ઈસુ અને એના ચેલાઓને પણ ઈ લગનનું આમંત્રણ આપ્યુ હતું.
ઈ હાટુ એના ચેલાઓમાંના ઘણાયે ઈ હાંભળીને કીધું કે, “આ શિક્ષણ કઠણ છે, ઈ પણ અપનાવી હકે.”
આ વાત હાંભળીને એના ચેલામાંના ઘણાય પાછા વયા ગયા. તઈ પછી એની ભેગા હાલ્યા નય.
પણ જઈ એના ભાઈ તેવારમાં હાલ્યા ગયા હતાં, તઈ ઈસુ પણ લોકોને દેખાતો નય, પણ હન્તાઈને તેવારમાં ગયો.
કેમ કે કોય પણ જે પ્રખ્યાત થાવા માગે ઈ હંતાયને કામ નથી કરતા. જો તુ ઈ કામ કરે છે, તો દુનિયાના લોકોમા પરગટ થયજા.”
કેમ કે એના ભાઈ પણ એની ઉપર વિશ્વાસ કરતાં નોતા.
તઈ પિતર ઈ અગ્યાર ચેલાની હારે ઉભો રયો અને જોરથી રાડ નાખીને કેવા મંડયો; હે યહુદીયા પરદેશ અને યરુશાલેમના શહેરના રેનારા લોકો, આ જાણી લ્યો અને ધ્યાન રાખીને મારી વાત હાંભળી લ્યો.