27 આને તો અમે ઓળખી છયી કે આ ક્યાંનો છે, પણ જઈ મસીહ આવી જાહે તઈ કોયને પણ આ કબર નય પડે કે, ઈ ક્યાંનો છે”
“ઈ તો ખાલી એક હુથાર છે! અમે એને અને એના પરિવારને જાણી છયી અમે એની માં મરિયમને જાણી છયી. અમે એના નાના ભાઈ યાકુબ, યોસે, યહુદા અને સિમોનને જાણી છયી. અને એની નાની બેનો પણ આયા અમારી હારે રેય છે.” ઈ હાટુ તેઓએ એની વિષે ઠોકર ખાધી.
પછી બધાય એની વિષે સાક્ષી આપી એના મોઢામાંથી જે કૃપાની વાતો નીકળી એનાથી આ લોકોએ નવાય પામીને કીધું કે, “ઈ ખાલી યુસફનો જ દીકરો છે”
તેઓએ કીધું કે, “યુસફનો દીકરો, ઈસુ જેના માં બાપને અમે ઓળખી છયી ઈ શું ઈજ નથી? તઈ ઈ હમણાં ઈ કેમ કેય છે કે, હું સ્વર્ગમાંથી ઉતરયો છું?”
તઈ યહુદી લોકોના આગેવાનોને નવાય લાગી, અને કેવા લાગ્યા કે, આ માણસ કોયદી ભણો નથી છતાય શાસ્ત્રનું જ્ઞાન એને ક્યાંથી મળ્યું?
આપડે જાણી છયી કે, પરમેશ્વરે મુસાની હારે વાત કરી હતી, પણ ઈ માણસને નથી જાણતો કે, ઈ ક્યાંથી આવ્યો છે.”
એનુ અપમાન કરવામા આવ્યું, એને કાય ન્યાય મળ્યો નય, કોય પણ એના વંશની વિષે નય બતાડી હકે કેમ કે, એના વંશ થવાની પેલા જ એને મારી નાખવામાં આયશે.”