22 આ કારણથી મુસાએ તમને માણસની સુન્નત કરવાની આજ્ઞા દીધી હતી, ઈ હાટુ તમે વિશ્રામવારના દિવસે માણસની સુન્નત કરો છો. આ આજ્ઞા મુસાએ નથી દીધી, પણ તમારા વડવાઓથી હાલી આવે છે.
પરમેશ્વરે ઈબ્રાહિમની હારે વાયદો કરયો કે, ઈ એના ઘરના બધાય લોકોને વાયદાના રૂપમાં સુન્નત કરાય છે, એના પછી જઈ ઈસહાકનો જનમ થયો, તઈ આઠમા દિવસે એની સુન્નત કરી, અને ઈસહાકે પોતાના દીકરા યાકુબની સુન્નત કરી, અને યાકુબે પોતાના બાર દીકરાઓની સુન્નત કરી. જે આપડા બાપદાદા હતા.
જે હું કવ છું એનો અરથ ઈ છે કે, પરમેશ્વરે ઈબ્રાહિમની હારે એક વાયદો કરયો ઈ હાટુ સ્યારસો ત્રીહ વરહ પછી જે શાસ્ત્ર પરમેશ્વરે મુસાને આપ્યુ, ઈ વાયદાને તોડી નથી હક્તો અને આ રીતે નો ઈ વાયદાને રદ કરી હકે છે.