Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 7:16 - કોલી નવો કરાર

16 પછી ઈસુએ તેઓને જવાબ આપતા કીધું કે, “જે હું શિક્ષણ દવ છું, ઈ મારી તરફથી નથી, પણ મને મોકલનારાની તરફથી છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 7:16
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

શું તુ ઈ વિશ્વાસ નથી કરતો કે, હું બાપમાં છું અને બાપ મારામાં છે?” ઈસુએ ચેલાઓને કીધું કે, મે જે સંદેશો તમને આપ્યો છે ઈ મારી પોતાના તરફથી નથી કેતો; પણ બાપ મારામાં રયને પોતાના કામો કરે છે.


જે મને પ્રેમ નથી કરતો ઈ મારા વચનોને નથી માનતો, અને જે વચનોને તમે હાંભળો છો, ઈ મારા નથી પણ બાપના છે, જેણે મને મોકલ્યો છે.


મે તારો સંદેશો તેઓને દય દીધો છે, ને જગતના લોકોએ એનાથી નકાર કરયો, કેમ કે જેથી હું જગતનો નથી, એમ જ ઈ પણ જગતના નથી.


કેમ કે જે સંદેશો તે મને દીધો, ઈ મે એને દય દીધો, અને તેઓએ આ સંદેશાનો સ્વીકાર કરી લીધો, અને હાસે હાસુ જાણી લીધું છે કે, હું તારા તરફથી આવ્યો છું, અને આ વિશ્વાસ કરી લીધો છે કે, ઈ જ મને મોકલ્યો છે.


હું તમને હાસે હાસુ કવ છું કે, અમે જે જાણી છયી, ઈ કેયી છયી, અને જેને અમે જોયી છયી એની સાક્ષી આપીએ છયી, અને તુ અમારી સાક્ષીને માનતો નથી.


જે સ્વર્ગમાંથી આવે છે, ઈ બધાયથી મહાન છે, જે પૃથ્વી તરફથી આવે છે, ઈ પૃથ્વીનો છે, અને પૃથ્વીની જ વાતો કેય છે: જે સ્વર્ગથી આવે છે, ઈ બધાયથી ઉપર છે.


હું મારી રીતે કાય પણ નથી કરી હક્તો, હું જે હાંભળુ છું, એની પરમાણે ન્યાય કરું છું અને મારો ન્યાય પક્ષપાત વગર થાય છે કેમ કે, હું પોતાની ઈચ્છાથી નય, પણ જેણે મને મોકલ્યો, એની ઈચ્છા પુરી કરવા માગું છું


જે મારા બાપે મને મોકલ્યો છે એના ખેસા વિના કોય માંણસ મારી પાહે આવી હકતો નથી અને છેલ્લે દિવસે હું ઈ લોકોને પાછા જીવતા કરય.


તઈ ઈસુએ તેઓને કીધું કે, “જઈ તમે મને માણસના દીકરાને વધસ્થંભ ઉપર જડાવશો, તઈ તમે મને જાણશો કે, હું ઈજ છું, અને હું પોતે કાય નથી કરતો, પણ હું ઈજ કરું છું જે મારા બાપે મને શિખવાડયું છે, અને હું ઈ વાતો બોલું છું


ઈ લોકો જેઓ હાસા શિક્ષણથી ભટકી જાય છે, અને મસીહના શિક્ષણનુ પાલન નથી કરતાં, ઈ પરમેશ્વરની હારે સંગતીમાં નથી. પણ જે કોય મસીહના શિક્ષણનું વારંવાર પાલન કરયુ છે. ઈ પરમેશ્વર બાપની હારે અને એનો દીકરો, ઈસુ મસીહની હારે સંગતીમાં છે.


આ સોપડીમા ઈ વાતુ છે જે ઈસુ મસીહે મને યોહાનને દેખાડયુ. પરમેશ્વરે આ વાતુ ઈસુને બતાવી, જેથી ઈ આ વાતુંને એના ચાકરોને બતાવે આ વાતુ જલ્દી થાહે, ઈસુએ આ વાતુ પોતાના દુતને મોકલીને મને એના ચાકર યોહાનને બતાડી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ