પણ ઈસુએ તેઓને કીધુ કે, “તમે જ આ લોકોને ખાવાનું આપો.” પણ તેઓએ ઈસુને કીધું કે, “અમારી પાહે પાંસ રોટલી અને બે જ માછલી છે એની સિવાય બીજુ કાય નથી; પણ હા, જો અમે જયને આ બધાય લોકો હાટુ ખાવાનું વેસાતું લીયાવી, તો આપી હકાય.”
મે ઈ સ્યાર જીવતા પ્રાણીઓની વસેથી કોય માણસના અવાજ જેવું હાંભળ્યું, ભવિષ્યમાં પૃથ્વી ઉપર દુકાળ થાહે ઈ હાટુ “એક દીનારનાં એક કિલો ઘઉં અને એક દીનારનાં ત્રણ કિલો જવ હશે, પણ જૈતુન તેલ અને દ્રાક્ષારસને નુકશાન નો થાય.”