66 આ વાત હાંભળીને એના ચેલામાંના ઘણાય પાછા વયા ગયા. તઈ પછી એની ભેગા હાલ્યા નય.
પણ ઈ જુવાન તે વાત હાંભળીને નિરાશ થયને હાલ્યો ગયો, કેમ કે, ઈ બોવ રૂપીયાવાળો હતો.
પણ ઈસુએ જવાબ દીધો કે, “જે કોય હળ ઉપર હાથ મુકયા પછી વાહે નો જોતો હોય, ઈ પરમેશ્વરનાં રાજ્યને લાયક છે.”
ઈસુ અને એના ચેલાઓને પણ ઈ લગનનું આમંત્રણ આપ્યુ હતું.
ઈ હાટુ એના ચેલાઓમાંના ઘણાયે ઈ હાંભળીને કીધું કે, “આ શિક્ષણ કઠણ છે, ઈ પણ અપનાવી હકે.”
પણ તમારામાના કેટલાક અવિશ્વાસ કરતાં નથી કેમ કે, કોણ અવિશ્વાસીઓ છે, કોણ એને દગાથી પકડાયશે, ઈ ઈસુને પેલાથી ખબર હતી.
ઈ હાટુ ઈસુના ભાઈઓએ એને કીધું કે, “તુ આયથી યહુદીયા પરદેશમા વયો જા, જેથી જે મહાન કામો તુ કરી હકે છે, ઈ તારા બીજા ચેલાઓ પણ જોય હકે.
તઈ ઈસુએ ઈ યહુદી લોકોને, જેઓએ એની ઉપર વિશ્વાસ કરયો હતો, તેઓને કીધું કે, જો તમે વચનમાં મજબુત રેહો, તો ખરેખર મારા ચેલાઓ કેવાહે.
તુ જાણે છે કે, આસિયા પરદેશમા રેનારા કેટલાય વિશ્વાસી લોકોએ મને છોડી દીધો છે, એનામાંથી ફુગિલસ અને હેર્મોગેનેસ પણ છે.
કેમ કે, દેમાસે જગતની વસ્તુથી પ્રેમ કરીને મને છોડી દીધો છે, અને થેસ્સાલોનિકા શહેરમાં વયો ગયો છે, ક્રેસ્કેન્સ ગલાતિયા પરદેશ અને તિતસ દલ્માતી વયો ગયો છે.
મારા ધોરણ પરમાણે વરતનાર વિશ્વાસથી જ જીવશે; પણ એમાથી કોય નબળો પડે તો હું એના ઉપર રાજી થાય નય.”
તેઓ મસીહ વિરોધી આપડી મંડળીના હતાં તેઓ આપણામાના નોતા પણ છોડીને વયા ગયા, કેમ કે, તેઓ આપણામાના નોતા. જે તેઓ આપડી સંગતમાંના હોત તો, આપડી હારે રેત. પણ તેઓ વયા ગયા જેનાથી ખબર પડે કે, તેઓમાંથી કોય પણ આપડા હતાં જ નય.