તમે તો એને નથી જાણતા, પણ હું એને જાણું છું, અને હું કવ કે, એને નથી ઓળખતો, તો હું પણ તમારી જેવો ખોટો ગણાય. પણ હું એને ઓળખું છું, અને એનુ વચન પાળુ પણ છું
તો પણ પરમેશ્વરનાં લોકો એક મજબુત બનાવેલા ઘરના પાયાની જેમ છે, એની ઉપર આ વચનની મહોર લગાડેલી છે કે, “પરભુ જાણે છે કે એના લોકો કોણ છે” અને ઈ પણ લખેલુ છે કે, “જો કોય પણ પરભુનુ ભજન કરે છે ઈ ભુંડુ કરવાનું છોડી દેય.”