58 જે રોટલી સ્વર્ગમાંથી ઉતારી ઈ એવી છે જેને વડવાઓ ખાયને મરી ગયા આ એવી નથી, આ રોટલી જે ખાય છે ઈ સદાય જીવતો રેહે છે.”
અને જે કોય મારામાં જીવે છે, અને મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ કોયદી પણ નય મરે. શું તુ ઈ વાત ઉપર વિશ્વાસ કરે છે?”
જે કોય દીકરા ઉપર વિશ્વાસ કરે છે એને અનંતકાળનું જીવન છે, પણ જે કોય દીકરાની ઈચ્છા મુજબ નથી હાલતું તેઓ જીવન નય જોહે, પણ પરમેશ્વરનો કોપ તેઓની ઉપર રેહે.
હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારા વચન હાંભળે છે, અને મને મોકલનારા ઉપર વિશ્વાસ કરે છે, એનાથી અનંતકાળનું જીવન છે, ઈ ગુનેગાર ઠરશે નય, પણ ઈ મોતમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.
ઈ હાટુ યહુદી લોકોના આગેવાનોએ ઈસુ વિષે કચ કચ કરી કેમ કે, એને કીધું કે, “સ્વર્ગમાંથી ઉતરેલી રોટલી હું છું”