Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 6:51 - કોલી નવો કરાર

51 હું જીવતી રોટલી છું જે સ્વર્ગમાંથી ઉતરી છે, જો કોય માણસ આ રોટલી ખાય તો ઈ અનંતજીવન મેળવે છે. આ રોટલી મારો દેહ છે. હું મારો દેહ આપય જેથી જગતના લોકો જીવન મેળવી હકે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 6:51
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

જેમ કે, હું માણસનો દીકરો બીજાઓની સેવા કરવા હાટુ આ જગતમાં આવ્યો હતો, હું એટલે નથી આવ્યો કે બીજો મારી સેવા કરે. હું ઘણાય લોકોને તેઓના પાપોથી છોડાવવા હાટુ મરવા આવ્યો છું.”


પછી ઈસુએ રોટલી લીધી, અને પરમેશ્વરનો આભાર માનીને તોડી, અને એણે ચેલાઓને આ કેતા આપી કે, “આ રોટલી મારું દેહ છે, જે હું તમારા હાટુ આપું છું; મારી યાદગીરી હાટુ તમે આવુ જ કરતાં રયો.”


અને ઈ શબ્દ એક માણસ બન્યો; અને કૃપા અને હાસથી પુરી રીતે થયને, પોતાની વસે એણે વસવાટ કરયો, અને બાપનો એકનો એક દીકરાને મહિમામાં અમે જોયો.


બીજે દિવસે યોહાન પોતાની પાહે ઈસુને આવતો જોયને કેય છે કે, જુવો પરમેશ્વરનાં ઘેટાનું બસ્સુ પોતે બલી થયને જગતનું પાપ આઘુ કરે છે.


અને જે કોય મારામાં જીવે છે, અને મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ કોયદી પણ નય મરે. શું તુ ઈ વાત ઉપર વિશ્વાસ કરે છે?”


કોય માણસ સ્વર્ગમા નથી ગયો, પણ ખાલી માણસનો દીકરો જે સ્વર્ગમાંથી નીસે આવ્યો છે.


અને જે રીતે મુસાએ વગડામાં પિતળનાં એરુને ઉસો લટકાવો, એમ જ જરૂરી છે કે, મને માણસના દીકરાને ઉસો કરવામા આયશે.


કેમ કે, પરમેશ્વરે જગતના લોકોથી એટલો પ્રેમ કરયો કે, એણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોય એની ઉપર વિશ્વાસ કરે, એનો નાશ નો થાય, પણ ઈ અનંતકાળનું જીવન પામે.


જે કોય દીકરા ઉપર વિશ્વાસ કરે છે એને અનંતકાળનું જીવન છે, પણ જે કોય દીકરાની ઈચ્છા મુજબ નથી હાલતું તેઓ જીવન નય જોહે, પણ પરમેશ્વરનો કોપ તેઓની ઉપર રેહે.


હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારા વચન હાંભળે છે, અને મને મોકલનારા ઉપર વિશ્વાસ કરે છે, એનાથી અનંતકાળનું જીવન છે, ઈ ગુનેગાર ઠરશે નય, પણ ઈ મોતમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.


કેમ કે સ્વર્ગમાંથી ઉતરીને જે જગતને જીવન આપે છે, ઈ પરમેશ્વરની રોટલી છે.”


ઈસુએ તેઓને કીધું કે, “જીવનની રોટલી હું છું. જે મારી પાહે આયશે એને હું ભૂખ નય લાગે જે મારી ઉપર વિશ્વાસ કરે છે, એને કોયદી તરસ નય જ લાગે.


ઈ હાટુ યહુદી લોકોના આગેવાનોએ ઈસુ વિષે કચ કચ કરી કેમ કે, એને કીધું કે, “સ્વર્ગમાંથી ઉતરેલી રોટલી હું છું”


હું તમને હાસે હાસુ કવ છું કે, “જે વિશ્વાસ કરે છે, એને અનંતકાળનું જીવન છે.


જીવનની રોટલી હું છું.


જે રોટલીની વિષે હું કવ છું, ઈ સ્વર્ગમાંથી ઉતરે છે અને જે એને ખાય છે, ઈ નથી મરતા.


જેમ કે, શાસ્ત્રમા કેય છે કે, જો કોય મારી ઉપર વિશ્વાસ કરે છે, એના હૃદયમાંથી જીવનજળના ઝરણા વહશે.


જેમ કે પરમેશ્વરે બધાય લોકોને મસીહ દ્વારા પોતાની હારે જગતનો મેળ કરાવી દીધો છે, અને લોકોના પાપોનો આરોપ એની ઉપર લગાડતા નથી અને પરમેશ્વરે મેળ કરાવનારા વચનો આપણને હોપી દીધા છે.


મસીહે પોતે પાપ જાણ્યું નોતું, એને આપડી હાટુ પોતાને પાપરૂપ કરયા, જેથી આપડે એનામાં પરમેશ્વરનાં ન્યાયીપણા રૂપ થાયી.


મસીહના દાખલા પરમાણે કરતાં, બીજાની પ્રત્યે પ્રેમથી ભરેલુ જીવન જીવો, જેણે તમને પ્રેમ કરયો અને આપડા પાપોને ઉપાડવા હાટુ પોતાની જાતને બલિદાન કરીને આપી દીધી અને પરમેશ્વર એનાથી રાજી હતો કેમ કે, ઈ બલિદાન એની હાટુ સુંગધિત અત્તરની જેમ હતું.


હે ધણીઓ પોતપોતાની બાયડીયુંથી પ્રેમ રાખો, જેમ મસીહે પણ મંડળીને પ્રેમ કરીને એણે એની હાટુ પોતાનું જીવન દય દીધુ કે,


પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.


જઈ ઈસુ પડદામાં થયને એટલે કે, તેઓના દેહમાં થયને આપણી હાટુ એક નવો અને જીવતો મારગ ખોલ્યો છે.


તમે પરભુ ઈસુ મસીહની પાહે આવ્યા છો. ઈ એક ઘરના પાયામાં રાખેલા મુખ્ય પાણાની જેમ છે, પણ ઈ એક જીવતો પાણો છે, કેટલાક લોકોએ એને અપનાવો નોતો, પણ પરમેશ્વરે એને ગમાડી લીધો અને એને બોવજ કિમતી માંને છે, અને જેવી રીતે લોકો પાણાઓથી ઘર બનાવે છે એવી જ રીતે પરમેશ્વર તમને એક હારે એક ટોળામાં ભેગા કરી રયો છે, જેમાં એનો આત્મા રેય છે એટલે કે, જે ઈસુ મસીહે આપડા હાટુ કરયુ, એના દ્વારા તમે ઈ યાજકોની જેમ જે બલિદાન સડાવે છે, એવા કામો કરો, જે પરમેશ્વરને રાજી કરે છે.


પરમેશ્વરથી આપડા પાપોને માફ કરવા હાટુ, ઈસુ મસીહ એક બલિદાન થય ગયો, અને ફક્ત આપડી જ હાટુ નય પણ આખા જગતના લોકોના પાપોની માફી હાટુ પણ બલિદાન થયો.


પ્રેમ ખરેખર ઈ નથી કે, આપડે પરમેશ્વરને પ્રેમ કરયો પણ ખરેખર પ્રેમ આજ છે કે, પરમેશ્વરે આપણને પ્રેમ કરયો અને આપડા પાપોને છેટા કરવા હાટુ એણે પોતાના એકનાં એક દીકરાને બલિદાન થાવા હાટુ જગતમાં મોકલ્યો.


અને આપડે દીકરાને જોયો છે અને સાક્ષી આપી છયી કે, પરમેશ્વર બાપે દીકરાને જગતના લોકોના તારનાર થાવા મોકલ્યો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ