કેમ કે, પરમેશ્વરે જગતના લોકોથી એટલો પ્રેમ કરયો કે, એણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોય એની ઉપર વિશ્વાસ કરે, એનો નાશ નો થાય, પણ ઈ અનંતકાળનું જીવન પામે.
જે પરમેશ્વરનાં દીકરા ઉપર વિશ્વાસ રાખે છે, એની ઉપર સજાની આજ્ઞા નથી થાતી, પણ જે એની ઉપર વિશ્વાસ નથી કરતો, ઈ અપરાધી ઠરી સુક્યો છે કેમ કે, પરમેશ્વરનાં એકનાં એક દીકરા ઉપર વિશ્વાસ નથી કરયો.
હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારા વચન હાંભળે છે, અને મને મોકલનારા ઉપર વિશ્વાસ કરે છે, એનાથી અનંતકાળનું જીવન છે, ઈ ગુનેગાર ઠરશે નય, પણ ઈ મોતમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.
જે અનાજ નાશવંત છે એને હારુ નય પણ જે અનાજ અનંતકાળના જીવન હુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે એને હારું મેનત કરો કેમ કે, પરમેશ્વર બાપે એની ઉપર મહોર મારી છે.
હું જીવતી રોટલી છું જે સ્વર્ગમાંથી ઉતરી છે, જો કોય માણસ આ રોટલી ખાય તો ઈ અનંતજીવન મેળવે છે. આ રોટલી મારો દેહ છે. હું મારો દેહ આપય જેથી જગતના લોકો જીવન મેળવી હકે.”