Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 6:46 - કોલી નવો કરાર

46 હું પરમેશ્વર તરફથી આવ્યો છું, અને એક ખાલી છું જેણે મારા બાપને જોયો છે. બીજા કોયે પણ એને જોયો નથી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 6:46
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

મારા બાપે મને બધુય હોપ્યુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરાને અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.


મારા બાપે મને બધુય હોપુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે, ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરા અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.”


પરમેશ્વરને કોય માણસે કોયદી જોયા નથી; એનો ખાલી એક દીકરો, જે બાપની બાજુમાં છે, એણે પરમેશ્વરને પરગટ કરયો છે.


જો તમે મને ખરેખર ઓળખો છો, તો મારા બાપને પણ ઓળખશો, અને હવે એને ઓળખો, અને તમે એને જોયો પણ છે.”


જે કામો બીજા કોયે કરયા નથી, ઈ જો મે તેઓની વસે કરયા નો હોત, તો ઈ પાપી નો ઠરાવાત, પણ હવે તો તેઓએ જોયને મને અને મારા બાપનો પણ નકાર કરયો છે.


અને બાપે જેણે મને મોકલો છે, એણે પોતે મારી સાક્ષી આપી. તમે નથી કોયદી એના અવાજને હાંભળો, અને એનુ રૂપ નથી કોયદી જોયુ.


પણ હું એને જાણું છું કેમ કે, હું એની પાહેથી આવ્યો છું, અને એણે મને મોકલ્યો છે.


ઈ હાટુ તેઓએ ઈસુને પુછયું કે, “તારો બાપ ક્યા છે?” ઈસુએ જવાબ દીધો કે, “નો તો તમે મને ઓળખોશો, અને નથી મારા બાપને ઓળખતા, જો મને ઓળખત તો તમે મારા બાપને પણ ઓળખત.”


તમે તો એને નથી જાણતા, પણ હું એને જાણું છું, અને હું કવ કે, એને નથી ઓળખતો, તો હું પણ તમારી જેવો ખોટો ગણાય. પણ હું એને ઓળખું છું, અને એનુ વચન પાળુ પણ છું


કોય પણ પરમેશ્વરને નથી જોય હકતો, પણ જઈ એનો દીકરો એક માણસ બન્યો, તો એને પરમેશ્વરની હામે પરગટ કરવામા આવ્યો, અને પરમેશ્વરે જે પણ બનાવ્યું છે, એની બધાય ઉપર એનો ઉસો અધિકાર છે.


ખાલી એકમાત્ર ઈ જ છે; જે કોય દિવસ નય મરે, અને એની પાહે કોય જય નય હકે એવા સમકતા અજવાળામા રેય છે, અને કોય માણસે એને નથી જોયો અને ક્યારેય પણ કોય એને જોય નય હકે, એનુ માન અને સામર્થ સદાય હાટુ રેહે, આમીન.


પરમેશ્વરને ક્યારેય કોયે નથી જોયા, પણ જો આપડે એક-બીજાથી પ્રેમ રાખે, તો પરમેશ્વરનો પ્રેમ આપડામાં બનેલો રેય છે, અને એનો પ્રેમ આપડામા પુરો થાય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ