44 જે મારા બાપે મને મોકલ્યો છે એના ખેસા વિના કોય માંણસ મારી પાહે આવી હકતો નથી અને છેલ્લે દિવસે હું ઈ લોકોને પાછા જીવતા કરય.
ઓ ઝેરીલા એરુના વંશજો, તમે ભુંડા હોવાના કારણે હારી વાતો નથી કરી હકતા કેમ કે, જે મનમાં ભરયું હોય, ઈ જ મોંઢાંમાંથી બારે કાઢે છે.
ઈસુએ એને જવાબ દીધો કે, “સિમોન યુનાનાં દીકરા, તુ આશીર્વાદિત છે: કેમ કે, કોય માણસે નય, પણ મારા બાપે જે સ્વર્ગમાં છે, એણે આ વાત તારી ઉપર પરગટ કરી છે.”
અને જઈ હું ધરતી ઉપરથી લય લેવામાં આવય તઈ હું બધાયને મારી પાહે લય લેય.”
તમે મારી ઉપર વિશ્વાસ નથી કરી હક્તા, કેમ કે તમે એકબીજાથી વખાણ કરવાની આશા રાખો છો, પણ જે વખાણ ખાલી પરમેશ્વરથી મળે છે, એને પામવાની કોશિશ નો કરો.
ઈસુએ તેઓને જવાબ દીધો કે, અંદરો અંદર કચ કચ નો કરો.
આગમભાખીયાની સોપડીમા એમ લખેલુ છે કે, “તેઓ સઘળા પરમેશ્વરથી શિખેલા થાહે, જે કોય બાપની પાહેથી હાંભળીને શીખ્યો છે, ઈ મારી પાહે આવે છે.
પછી ઈસુએ કીધું કે, “ઈ કારણથી તમને કીધું કે, બાપ તરફથી એને આપવામાં આવું નો હોય તો ઈ મારી પાહે આવી હકતો નથી.”
તમે મારી વાતો જે હું કવ છું, ઈ હાટુ નથી હંમજતા, કેમ કે, તમે મારા શિક્ષણને સ્વીકારતા નથી.
કેમ કે, પરમેશ્વરે તમને ખાલી મસીહ ઉપર વિશ્વાસ કરવાનું નય પણ એની જેમ દુખ સહન કરવા હાટુ કૃપા આપી છે કેમ કે, તમે એની ઉપર વિશ્વાસ કરો છો.
કેમ કે, જઈ તમે જળદીક્ષા લીધી તઈ મસીહની જેમ દાટી દીધો હતો અને નવા સ્વભાવ હારે મસીહની જેમ જીવતો કરયો હતો. એવુ ઈ હાટુ થયુ કેમ કે, તમે વિશ્વાસ કરયો કે, પરમેશ્વરે પોતાના સામર્થ દ્વારા મસીહને મારવા પછી ફરીથી જીવતો કરી દીધો.