અને પરમેશ્વરે જે આપણને આપ્યુ છે, એના વિષે આપડે કચ કચ કરવી જોયી નય; જેવી રીતે આપડા વડવાઓમાંથી કેટલાકે કરી અને એક દુત જેને પરમેશ્વરે મોકલ્યો, એણે તેઓને મારી નાખ્યા.
આ લોકો સદાય પરમેશ્વરની વિરુધ બોલે છે, અને બીજા લોકોમા વાક ગોતે છે. તેઓ પોતે વારંવાર ખરાબ કામો કરે છે, જે એનુ હૃદય કરવાનું ઈચ્છે છે, ઈ પોતાના વિષે અભિમાનથી દાવો કરે છે અને પોતાનો લાભ મેળવવા હાટુ બીજા લોકોની ખુશામત કરે છે.