36 પણ મે તમને કીધું કે, તમે મને જોયો છે, તો પણ વિશ્વાસ નથી કરતા.
પણ ઈબ્રાહિમે એને કીધું કે, “ના, જો તારા ભાઈઓ મુસાનું નિયમશાસ્ત્ર અને આગમભાખીયાઓને નય હાંભળે તો તેઓ મરણમાંથી કોય તેઓની પાહે આવે, તો પણ તેઓનું હાંભળશે નય.”
ઈસુના આટલા બધાય સમત્કારી નિશાનીના કામો તેઓના જોતા કરયા હતાં, તોય પણ તેઓએ એની ઉપર વિશ્વાસ કરયો નય.
જે કામો બીજા કોયે કરયા નથી, ઈ જો મે તેઓની વસે કરયા નો હોત, તો ઈ પાપી નો ઠરાવાત, પણ હવે તો તેઓએ જોયને મને અને મારા બાપનો પણ નકાર કરયો છે.
ઈસુએ તેઓને જવાબ કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું કે, તમે સમત્કારીક નિશાની જોય, ઈ હાટુ તમે મને ગોતતા નથી, પણ તમે રોટલી ખાયને ધરાણા ઈ હાટુ ગોતો છો.
તેઓએ એને કીધું કે, “તુ કેવી સમત્કારી નિશાની દેખાડ છો કે, ઈ જોયને અમે તારી ઉપર વિશ્વાસ કરી? તુ શું કામ કરે છે?
બાપ મને જે દેય છે ઈ બધુય મારી પાહે આયશે જે મારી પાહે આયશે એને હું એને કાઢી નય મુકુ.
કેમ કે, મારા બાપની ઈચ્છા ઈ છે કે, જે કોય દીકરાને જોયને એની ઉપર વિશ્વાસ કરશે એને અનંતકાળનું જીવન મળશે, એને છેલ્લા દિવસે હું એને પાછો જીવતો ઉઠાડય.”
પણ તમારામાના કેટલાક અવિશ્વાસ કરતાં નથી કેમ કે, કોણ અવિશ્વાસીઓ છે, કોણ એને દગાથી પકડાયશે, ઈ ઈસુને પેલાથી ખબર હતી.