35 ઈસુએ તેઓને કીધું કે, “જીવનની રોટલી હું છું. જે મારી પાહે આયશે એને હું ભૂખ નય લાગે જે મારી ઉપર વિશ્વાસ કરે છે, એને કોયદી તરસ નય જ લાગે.
ઓ વેતરું કરનારાઓ અને ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાહે આવો, ને હું તમને વિહામો આપીશ.
ઓ આજે ધરાયેલાઓ, તમને અફસોસ છે! કેમ કે, તમે ભૂખા થાહો. ઓ દાંત કાઢનારાઓ, તમને અફસોસ છે! કેમ કે, તમે હોગ કરશો અને રોહો.
બાયે ઈસુને કીધું કે, “ગુરુ, ઈ પાણી મને આપ જેથી, હું તરહી નો થાવ અને પાણી ભરવા હાટુ મારે આયા ઠેઠ આવવું નો પડે.”
તો પણ તમે મારી પાહે નથી આવવા માગતા જેથી તમને અનંતજીવન મળે.
બાપ મને જે દેય છે ઈ બધુય મારી પાહે આયશે જે મારી પાહે આયશે એને હું એને કાઢી નય મુકુ.
ઈ હાટુ યહુદી લોકોના આગેવાનોએ ઈસુ વિષે કચ કચ કરી કેમ કે, એને કીધું કે, “સ્વર્ગમાંથી ઉતરેલી રોટલી હું છું”
પછી ઈસુએ કીધું કે, “ઈ કારણથી તમને કીધું કે, બાપ તરફથી એને આપવામાં આવું નો હોય તો ઈ મારી પાહે આવી હકતો નથી.”
પરમેશ્વરનો આત્મા અને ઘેટાના બસ્સાની કન્યા ઈસુને કેય છે કે, “તારે ખરેખર આવવું જોયી.” દરેક જે કોય આ હાંભળે છે, એને પણ આ કેવું જોયી, “આવ!” જે કોય તરસો છે એને આવીને ઈ પાણીને અપનાવવું જોયી જે ઉદારતાથી જીવન આપે છે.
પરિણામ સ્વરૂપે તેઓ પાછા ભૂખા અને તરસા થાહે નય, સુરજ એને પાછો કોયદી તપાયસે નય અને કોય તાપ એને દજાડશે નય.