કેમ કે જે સંદેશો તે મને દીધો, ઈ મે એને દય દીધો, અને તેઓએ આ સંદેશાનો સ્વીકાર કરી લીધો, અને હાસે હાસુ જાણી લીધું છે કે, હું તારા તરફથી આવ્યો છું, અને આ વિશ્વાસ કરી લીધો છે કે, ઈ જ મને મોકલ્યો છે.
તઈ ઈસુએ તેઓને જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, ઈ રોટલી મુસાએ સ્વર્ગમાંથી તમને આપી નથી પણ સ્વર્ગમાંથી જે હાસી રોટલી આવે છે ઈ મારો બાપ તમને આપે છે.
ઈસુએ તેઓને કીધું કે, “જો પરમેશ્વર તમારો બાપ હોત, તો તમે મને પ્રેમ કરત, કેમ કે હું પરમેશ્વરની તરફથી આવ્યો છું, હું પોતે નથી આવ્યો, પણ એણે મને મોકલ્યો છે.