આ માણસ જે ઈઝરાયલ દેશના લોકોનો મસીહ અને રાજા થાવાનો દાવો કરે છે, હવે વધસ્થંભ ઉપરથી ઉતરી આવે, એટલે આપડે જોયી અને એની ઉપર વિશ્વાસ કરી હકીએ કે, ઈ આપડો રાજા છે.” અને જે એની હારે વધસ્થંભ ઉપર સડાવવામાં આવ્યા હતાં, તેઓ પણ એની નિંદા કરતાં હતા.
પણ જો હું ઈ કામ કરું છું, તો ભલે મારી ઉપર વિશ્વાસ નો કરો, પણ ઈ કામ ઉપર વિશ્વાસ કરો, અને તમે જાણો અને હંમજો કે, બાપ મારામાં રેય છે, અને હું બાપમાં રવ છું”