28 તઈ તેઓએ પુછયું કે, “અમે પરમેશ્વરનાં કામ કરી ઈ હાટુ અમારે શું કરવુ જોયી?”
અને જોવ, એક માણસે એની પાહે આવીને કીધુ કે, “હે ગુરુ, અનંતકાળનું જીવન પામવા હું શું કરું?”
જઈ એક દિવસ ઈસુ લોકોને શિક્ષણ આપતા હતા, તઈ યહુદી નિયમના શિક્ષકોમાંના એકે ઉભા થયને એની પરીક્ષા લેતા ઈસુને પુછયું કે, “હે ગુરુ, અનંતકાળનું જીવન પામવા હું શું કરું?”
જે અનાજ નાશવંત છે એને હારુ નય પણ જે અનાજ અનંતકાળના જીવન હુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે એને હારું મેનત કરો કેમ કે, પરમેશ્વર બાપે એની ઉપર મહોર મારી છે.
ઈસુએ તેઓને કીધું કે, “જેને એણે મોકલ્યો છે એની ઉપર તમે વિશ્વાસ કરો, ઈજ પરમેશ્વરનું કામ છે.”
અને એને બારે લીયાવીને કીધું કે, “હે ભલા માણસો, તારણ પામવા હાટુ શું કરું?”
તઈ બધાય લોકો ઈ હાંભળીને બોવ દુખી થયા, અને તેઓ પિતર અને બીજા ગમાડેલા ચેલાઓને પૂછવા લાગયા કે, “હે વિશ્વાસી ભાઈઓ, અમે શું કરી?”
પણ તુ હવે ઉભો થા અને શહેરમાં જા અને ન્યા તારે શું કરવાનું છે, ઈ તને કોય કેહે.”