ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી માણસ પાણીથી અને પવિત્ર આત્મામાંથી જનમ પામ્યો નો હોય ન્યા હુધી, પરમેશ્વરનાં રાજ્યમાં ઈ જય હકતો નથી.
કેમ કે, એવા લોકો આપડા પરભુ મસીહની નય, પણ પોતાની દેહિક ઈચ્છાઓ પુરી કરવાનું કામ કરે છે અને તેઓ મીઠી-મીઠી વાતુ કરે છે અને ઈ લોકોની ખટપટ કરે છે, એવી જ રીતે ઈ ભોળા લોકોને દગો આપે છે.
તેઓનો અંત વિનાશ છે, અને તેઓ ફકત પોતાના દેહની ઈચ્છાઓ પુરી કરવા હાટુ જીવે છે, તેઓ આવી વાતો ઉપર અભિમાન કરે છે જે વાતો ઉપર એને શરમ આવવી જોયી અને તેઓ સદાય સંસારિક વસ્તુઓના વિષે જ વિસારતા રેય છે.