25 પછી દરિયાની ઓલે પાર તેઓએ એને મળીને પુછયું કે, “રાબ્બી એટલે ગુરુ તુ આયા ક્યારે આવ્યો?”
ઈસુ અને એના ચેલાઓ આગળ ઉતરીને ગન્નેસારેત પરદેશમાં આવ્યા.
બધાય તેઓને સોકમાં સલામ કરે, અને માણસો તેઓને ગુરુજી કેય, એવુ તેઓ ઈચ્છે છે.
પણ તમે ગુરુજી નો કેવડાવો; કેમ કે એક જ તમારો ગુરુ છે, અને તમે બધાય ભાઈઓ અને બહેનો છો.
પછી ઈસુ અને એના ચેલાઓ એક હોડીમાં ગાલીલના દરિયામાં હજી આગળ વધ્યા, તો તેઓ ગન્નેસારેત પરદેશના કાઠે પુગી ગયા. તઈ તેઓએ ન્યા હોડી બાંધી દીધી.
ઈ વખતે ચેલાઓએ ઈસુને વિનવણી કરી કે, “રાબ્બી એટલે ગુરુ, કાક ખાય લ્યો.”