24 જઈ ઈ લોકોએ જોયું કે, ઈસુ અને એના ચેલાઓ ન્યા નોતા, તઈ તેઓ પોતે હોડીઓમાં બેહીને ઈસુની શોધ કરતાં કરતાં કપરનાહૂમ આવ્યા.
ઈસુ અને એના ચેલાઓ આગળ ઉતરીને ગન્નેસારેત પરદેશમાં આવ્યા.
જઈ તેઓને ઈ મળ્યો, તઈ તેઓએ કીધુ કે, “બોવ ઘણાય લોકો તને જોય રયા છે.”
પછી ઈસુ અને એના ચેલાઓ એક હોડીમાં ગાલીલના દરિયામાં હજી આગળ વધ્યા, તો તેઓ ગન્નેસારેત પરદેશના કાઠે પુગી ગયા. તઈ તેઓએ ન્યા હોડી બાંધી દીધી.
જઈ ઈસુ પાછો આવ્યો, તઈ લોકોએ હરખથી આવકાર કરયો; કેમ કે, બધાય એની વાટ જોતા હતા.
ઈસુએ એને કીધું કે, “બેન, તુ કેમ રોય છે? અને કોને ગોતી રય છો?” એણે એને માળી હમજીને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, જો તુ ઈ દેહને ઉપાડીને લય ગયો હોય તો મને કેય કે, એને ક્યા રાખ્યું છે, અને હું એને લીયાવું.”
અને હોડીમાં બેહીને તેઓ કપરનાહૂમમાં જાવા દરિયાને હામેના ઓલા કાઠે જાતા હતા. ઈ વખતે અંધારું થય ગયુ હતું અને ઈસુ હજી તેઓની પાહે આવ્યો નોતો.
તો પણ જ્યાં પરભુએ આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, ઈ જગ્યાની પાહે તિબેરિયસથી બીજી હોડીઓ આવી.
ઈસુએ તેઓને જવાબ કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું કે, તમે સમત્કારીક નિશાની જોય, ઈ હાટુ તમે મને ગોતતા નથી, પણ તમે રોટલી ખાયને ધરાણા ઈ હાટુ ગોતો છો.
ઈસુએ કપરનાહૂમના યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં શિક્ષણ આપતા આ વાત કીધી.
ઈસુના વિરોધી યહુદી લોકોના આગેવાનો હતાં તેઓ એણે તેવારમા ગોતતા હતાં, અને ઈ ક્યા છે ઈ વિષે તેઓ પૂછપરછ કરતાં હતા.