22 બીજા દિવસે જે લોકો દરિયાની ઓલે પાર ઉભા રયા હતાં તેઓએ જોયું કે, એક હોડી સિવાય બીજી હોડી ઈ ઠેકાણે નોતી હોડીમાં ઈસુ ચેલાઓ હારે સડયો નોતો, પણ એકલા એના ચેલાઓ ગયા હતા.
તરત જ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, તેઓ હોડીમાં બેહી જાય, અને પોતાની આગળ ગાલીલ દરિયાની ઓલે પાર બેથસાઈદા નગરમાં જાય જ્યાં હુધી કે, ઈ પોતે લોકોના ટોળાને વિદાય કરે.