20 પણ ઈસુએ ચેલાઓને કીધુ કે, “ઈ તો હું છું, બીતા નય.”
પણ ઈ જુવાન માણસે બાયુને કીધું કે, “બીવમાં, ઈસુ જે નાઝરેથ નગરવાસી છે વધસ્થંભે સડાયેલો હતો, જેને તમે ગોતો છો, ઈ જીવતો થય ગયો છે, ઈ આયા નથી. જોવ, આ ઈ જગ્યા છે, જ્યાં તેઓએ એને રાખ્યો હતો.”
કેમ કે, બધાય એને જોયને બીય ગયા હતા. પણ તરત ઈસુએ તેઓની હારે વાત કરીને કીધુ કે, “હિંમત રાખો અને બીવોમાં કેમ કે, ઈ તો હું છું”
જઈ તેઓ હલેસા મારીને પાસથી છ કિલોમીટર ગયા તઈ ઈસુને દરિયા ઉપર હાલતો હોડીની પાહે આવતો જોયને બીય ગયા.
તઈ રાજીથી તેઓએ એને હોડી ઉપર સડાવો, તેઓ જ્યાં જાતા હતાં ઈ જગ્યાએ હોડી તરત આવી ગય.