પણ બોવ બધાય લોકોએ તેઓને જાતા જોયા અને જાણી ગયા કે, તેઓ ક્યા જઈ રયા હતા. ઈ હાટુ તેઓ આજુ બાજુના બધાય નગરની જમીનનાં મારગેથી ધોડીને તેઓની પેલા ન્યા પુગી ગયા.
ઈ માણસે રાતે ઈસુની પાહે આવીને એને કીધું કે, “રબ્બી એટલે ગુરુ, અમે જાણી છયી કે, તુ એક ગુરુ છે જે પરમેશ્વર તરફથી આવ્યો છે, તુ જે આ સમત્કારી કામો કરે છે ઈ બીજુ કોય પણ કરી હકતું નો હોય ન્યા હુધી કે, પરમેશ્વર એની હારે નો હોય.”
બીજા દિવસે જે લોકો દરિયાની ઓલે પાર ઉભા રયા હતાં તેઓએ જોયું કે, એક હોડી સિવાય બીજી હોડી ઈ ઠેકાણે નોતી હોડીમાં ઈસુ ચેલાઓ હારે સડયો નોતો, પણ એકલા એના ચેલાઓ ગયા હતા.