18 જોરથી પવન આવવા લાગ્યો અને દરિયામાં મોજા બોવ ઉછળા.
પણ ઈ વખતે હોડી દરિયા વસે હતી, અને મોજાઓથી ડામાડોળ થાતી હતી કેમ કે, પવન હામો હતો.
અને હોડીમાં બેહીને તેઓ કપરનાહૂમમાં જાવા દરિયાને હામેના ઓલા કાઠે જાતા હતા. ઈ વખતે અંધારું થય ગયુ હતું અને ઈસુ હજી તેઓની પાહે આવ્યો નોતો.
જઈ તેઓ હલેસા મારીને પાસથી છ કિલોમીટર ગયા તઈ ઈસુને દરિયા ઉપર હાલતો હોડીની પાહે આવતો જોયને બીય ગયા.